Panchayat Season 4: પંચાયત સીઝન 4 પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે જેમાં જીતેન્દ્ર કુમાર ગોપી વહુ સાથે જોવા મળી રહ્યો છે. પંચાયત વેબ સીરીઝ ખુબજ લોકપ્રિય છે.
Panchayat Web Series: Panchayat Season 4 ફરીથી ધૂમ મચાવા આવી રહી છે, આ વેબ સીરીઝ 2 જુલાઈ 2025 થી અમેઝોન પ્રાઈમ (Amazon Prime Video) પર સ્ટ્રીમીંગ શરુ થવા જઈ રહી છે.
Panchayat Season 4 – Panchayat Web Series
પંચાયત સીઝન 4 ની રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પંચાયત વેબ સીરીઝના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે! પ્રાઇમ વિડિયો અને ટીવીએફની પંચાયત ચોથી સીઝન માટે નવીકરણ કરવામાં આવી છે. શોના રિલીઝના પાંચ વર્ષ પૂર્ણ થયા પછી નિર્માતાઓએ શોની રિલીઝ તારીખની જાહેરાત કરી.
પંચાયત સીઝન 4 – પંચાયત વેબ સીરીઝ
આજે આ સિરીઝને પાંચ વર્ષ પૂર્ણ થતાં એમેઝોન પ્રાઇમ વીડિયોએ તેની નવી સિઝનની જાહેરાત કરી દીધી છે. પંચાયત વેબ સિરીઝની વાર્તા કહેવાની ક્ષમતા, ઉત્કૃષ્ટ પ્રદર્શન, સંવાદો અને ભારતના મનમોહક ગ્રામીણ સાર સાથે પોતાને ચાહકોને પોતાના દીવાના બનાવી દીધા છે.
પંચાયત વેબ સીરીઝની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં દીપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીય નિર્દેશિત ‘પંચાયત 4’ માં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, નીના ગુપ્તા, , ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા જોવા મળશે. આ સિરીઝનું નિર્માણ ધ વાયરલ ફીવર (TVF) દ્વારા કરવામાં આવ્યું છે. ચંદન કુમારે તેની કહાની લખી છે.
ટીઝરમાં જિયા માણેક ‘ગોપી બહુ’ ફિલ્મ જીતેન્દ્રના MBA પુસ્તકો અને લેપટોપ ધોતી હોય તેવા દ્રશ્યો છે, જે તેના ભૂતપૂર્વ શો, સાથ નિભાના સાથિયાના સૌથી વાયરલ સેગમેન્ટમાંનો એક છે.