પ્રધાનમંત્રી મુદ્રા યોજના: Pradhan Mantri Mudra Yojnaના આજે 10 વર્ષ પુરા થયા છે જે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી દ્વારા X થ્રેડ પર #10YearsOfMUDRA સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના લાભાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના આજે 10 વર્ષ પુરા
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આ 10 વર્ષમાં 32.61 લાખ કરોડ રૂપિયાની 52 કરોડથી વધુ લોનો આપવામાં આવી છે. પીએમ મુદ્રા યોજના 8 એપ્રિલ 2015ના રોજ શરુ કરવામાં આવી હતી અને આ યોજનાના 10 વર્ષ પૂર્ણ 8 એપ્રિલ 2025ને મંગળવારના રોજ થયા છે.
#10YearsOfMUDRA
પ્રધાનમંત્રી શ્રીએ પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને કહું કે “આજે, જેમ જેમ આપણે #10YearsOfMUDRA ઉજવી રહ્યા છીએ, હું તે દરેક લોકોને અભિનંદન આપવા માંગુ છું જેમના જીવનમાં આ યોજનાને કારણે પરિવર્તન આવ્યું છે. આ દાયકા દરમિયાન, મુદ્રા યોજનાએ ઘણા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવ્યા છે, જેમને અગાઉ નાણાકીય સહાયથી અવગણવામાં આવ્યા હતા તેમને ચમકવા માટે સશક્ત બનાવ્યા છે. ટે દર્શાવે છે કે ભારતના લોકો માટે, કંઈ ઓન અશક્ત નથી!”
“તે ખાસ કરીને આનંદદાયક છે કે મુદ્રા લાભાર્થીઓમાંથી અડધા એસસી, એસટી અને ઓબીસી સમુદાયના છે અને 70% થી વધુ લાભાર્થીઓ મહિલાઓ છે! દરેક મુદ્રા લોન તેની સાથે ગૌરવ, આત્મસન્માન અને તક લાવે છે. નાણાકીય સમાવેશ ઉપરાંત, આ યોજનાએ સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા પણ સુનિશ્ચિત કરી છે.”
“આગામી સમયમાં, અમારી સરકાર એક મજબૂત ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે જ્યાં દરેક મહત્વકાંક્ષી ઉદ્યોગસાહસિકને ક્રેડીટની એક્સેસ હોય અને તેને આત્મવિશ્વાસ અને વિકાસની તક મળે.”
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પ્રશંસા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કરી
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે મહિલા ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ધ્યાન કેન્દ્રીય કરીને કોલેટરલ-મુક્ત લોન પૂર પડતી આ યોજનાએ મહિલાઓની માલિકીના MSMEની સંખ્યા વધારવામાં મદદ કરી છે, જે હવે વધીને 28 લાખથી વધુ થઇ ગઈ છે.
SBIના એક અહેવાલ મુજબ, મુદ્રા યોજનાએ છેલ્લા 10 વર્ષમાં 52 કરોડથી વધુ લોન ખાતા ખોલવામાં મદદ કરી છે, જે ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિમાં મોટા પાયે વધારો દર્શાવે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ, કિશોર લોન (રૂ. 50,000 થી રૂ. 5 લાખ), જે વધતા વ્યવસાયોને ટેકો આપે છે, નાણાકીય વર્ષ 2016 માં 5.9 ટકા