ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 (PSE-SSE Exam 2025-26) અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુજરાતભરના પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટે યોજવામાં આવે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE-SSE Exam 2025-26 માટેનું જાહેરનામું બહાર પડ્યું. ઓનલાઈન ફોર્મ 01 થી 15 ઓક્ટોબર સુધી ભરાશે. લાયકાત, તારીખો અને વિગતો અહીં વાંચો.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26
વિગત | માહિતી |
---|---|
પરીક્ષાનું નામ | પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 (PSE-SSE Exam 2025-26) |
સંસ્થા | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
ઓનલાઈન અરજી શરૂ | 01/10/2024 |
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 15/10/2024 |
અરજી કરવાની વેબસાઈટ | www.sebexam.org |
લાયકાત (Eligibility)
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE Scholarship Yojana)
- જે વિદ્યાર્થી હાલમાં ધોરણ-6 માં અભ્યાસ કરે છે તે અરજી કરી શકે છે.
- સરકારી પ્રાથમિક શાળા, જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકા શાળા, ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ લાયક ગણાશે.
- ઉમેદવારે ધોરણ-5 માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE Scholarship Yojana)
- જે વિદ્યાર્થી હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરે છે તે અરજી કરી શકે છે.
- સરકારી માધ્યમિક શાળા, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ લાયક ગણાશે.
- ઉમેદવારે ધોરણ-8 માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
આવક મર્યાદા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
નોંધ : આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ/પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક : ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ, તારીખ ૧૪-૦૮-૨૦૧૭ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટમાં આવનાર ૧૦૦૦ વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટમાં આવનાર ૨૯૦૦ (ગ્રામ્ય-૧૫૦૦, શહેર-૧૦૦૦,ટ્રાયબલ-૪૦૦) વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
અભ્યાસક્રમ (Syllabus)
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE): ધોરણ-5 સુધીનો અભ્યાસક્રમ (October-2024 સુધી).
- માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE): ધોરણ-8 સુધીનો અભ્યાસક્રમ (October-2024 સુધી).
પરીક્ષાનું માધ્યમ: ગુજરાતી
પ્રશ્નપત્રની વિગતો
વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
---|---|---|---|
ભાષા-સામાન્યજ્ઞાન | 60 | 60 | 120 મિનિટ |
ગણિત-વિજ્ઞાન | 60 | 60 | 120 મિનિટ |
કુલ | 120 | 120 | 120 મિનિટ |
પરીક્ષા ફી
શાળાનો પ્રકાર | પરીક્ષા | ફી |
---|---|---|
તમામ પ્રાથમિક શાળાઓ | PSE | ₹ 100/- |
ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા | SSE | ₹ 100/- |
સરકારી માધ્યમિક શાળાઓ – Dept. of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. અને Tribal Welfare Department | SSE | ફ્રી (ફી ભરવાની રહેશે નહીં) |
ઓનલાઈન અરજી કરવાની રીત
- ઉમેદવારોને અરજી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.sebexam.org પરથી જ કરવી રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 01/10/2024 (સાંજે 14:00 વાગ્યાથી)
- છેલ્લી તારીખ: 15/10/2024 (રાત્રે 23:59 વાગ્યા સુધી)
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26
Q1. PSE-SSE Exam 2025-26 માટે કોણ અરજી કરી શકે?
Ans. PSE માટે ધોરણ-6 ના વિદ્યાર્થીઓ અને SSE માટે ધોરણ-9 ના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
Q2. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે?
Ans. 01/10/2024 થી 15/10/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાવી શકાય છે.
Q3. પરીક્ષા કઈ ભાષામાં લેવાશે?
Ans. PSE અને SSE બંને પરીક્ષાનું પ્રશ્નપત્ર માત્ર ગુજરાતી ભાષામાં રહેશે.
Q4. પ્રશ્નપત્ર માટે સમય મર્યાદા કેટલી છે?
Ans. કુલ 120 મિનિટનો સમય આપવામાં આવશે.
Q5. ઓનલાઈન અરજી માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
Ans. www.sebexam.org પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.