Ram Navami 2025 Date: જાણો રામ નવમી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ માહિતી

By MYOJASUPDATE

Published On:

Follow Us

Ram Navami 2025 Date: શ્રી રામ નવમી તહેવારના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો ચાલો જાણીએ રામ નવમી ક્યારે ઉજવાશે, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિષે જાણીએ.

Ram Navami 2025 Date
Ram Navami 2025 Date

Ram Navami 2025 Date: શ્રી રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં આવે છે, આ વર્ષે ચૈત્ર મહિનાની નવરાત્રી 30 એપ્રિલના રોજ શરુ થાય છે , અને એક તિથીનો ક્ષય હોવાથી 6 એપ્રિલના રોજ નવરાત્રી પૂરી થાય છે. એટલા માટે આ વખતે શ્રી રામ નવમી 2025 તારીખ 06 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવ છે

Ram Navami 2025 Date

આ વખતે શ્રી રામ નવમી 2025 તારીખ 06 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવ છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 05 એપ્રિલે સાંજે 07:26 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 06 એપ્રિલે સાંજે 07:22 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ છે, તેથી રામ નવમીનો તહેવાર 06 એપ્રિલે ઉજવવામાં આવશે.

રામ નવમી કઈ તારીખે છે?

ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન શ્રી વિષ્ણુનો સાતમો અવતાર એટલે શ્રી રામ તેમનો જન્મજયંતિ નિમિતે શ્રી રામ નવમી તહેવાર ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં શ્રી રામનું અનોખું મહત્વ છે, શ્રી રામનો જન્મ રાજા દશરથને ત્યાં અયોધ્યામાં થયો હતો. હાલ ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

શ્રી રામ નવમી 2025ના શુભ મુહૂર્ત કયા છે

રામ નવમી પૂજાનો શુભ સમય 06 એપ્રિલના રોજ સવારે 11:08 થી બપોરે 01:39 સુધીનો છે. તેમજ મધ્યાહ્ન મુહુર્ત 12:24 વાગ્યે પણ છે. આ બંને શુભ સમય દરમિયાન ભક્તો ભગવાન શ્રી રામની પૂજા કરી શકે છે.

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાનનો જન્મ દિવસની મધ્યમાં થયો હતો. આ કારણથી મધ્યાહન સમયે પૂજા વિધિ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. રામ નવમીના દિવસે અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે. આ દિવસે રવિ પુષ્ય યોગની સાથે સુકર્મ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે.

શ્રી રામ નવમીના દિવસે વહેલી સવારથી સાંજના 6.55 સુધી સુકર્મ યોગ રહેશે. સવારે 5.32 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે. રવિ પુષ્ય યોગ 7 એપ્રિલના રોજ સવારે 06:18 થી 06:17 સુધી ચાલશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:18 થી શરૂ થશે, જે દિવસભર ચાલશે.

શ્રી રામ નવમી 2025 પૂજા વિધિ

રામ નવમી પૂજાનો શુભ સમય 06 એપ્રિલના રોજ સવારે 11:08 થી બપોરે 01:39 સુધીનો છે.તે 12:24 વાગ્યે પણ છે. આ બંને શુભ સમય દરમિયાન ભક્તો ભગવાન શ્રી રામની પૂજા કરી શકે છે.

સૌથી શ્રેષ્ઠ સમય મધ્યાહ્નનો રહેશે. સૌ પ્રથમા ગંગાજળ છાંટીને પૂજા રૂમને પવિત્ર કરો. હવે પૂજા ખંડમાં એક બાજોટ મૂકો, તેના પર પીળા રંગનું કપડું બિછાવો અને ભગવાન રામની મૂર્તિને તેમના પરિવાર સાથે સ્થાપિત કરો. તેમજ પ્રસાદીમાં ફૂલ – ફળ અત્યાદી મુકો. ત્યારબાદ ભગવાન શ્રી રામનું ધ્યાન કરો અને તેમનું આહ્વાન કરો. જોડે જોડે શ્રી હનુમાનજીની પૂજા કરીને આહ્વાન કરો. ત્યારબાદ રામ સ્ત્રોત તેમજ ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ આરતી કરીને પૂજા સંપન્ન કરો.

સનાતન ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ભકતોના જીવનમાં સુખ-શાંતિ આવે છે અને જીવનમાં આવનારી તમામ સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment