મહેસૂલ તલાટી પરીક્ષા 2025 માટે ઉમેદવારોના ફોર્મમાં ફોટો, સરનામું, ડુપ્લિકેટ ફોર્મ અને શૈક્ષણિક લાયકાતમાં ખામીઓ સામે આવી. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસવા ધ્યાને આવેલ વિસંગગતા બાબતે ઉમેદવારોને ધ્યાન દોરવા બાબત.
મહેસૂલ તલાટી પરીક્ષા 2025
મહેસૂલ તલાટી પરીક્ષા 2025: ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2025 – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી વર્ગ-3 ની પ્રાથમિક પરીક્ષા (તા. 14-09-2025) માટે ભરાયેલા ફોર્મની ચકાસણી દરમ્યાન અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. મંડળે ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી ભૂલો ન કરવી, નહિતર ઉમેદવારી રદ થશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
ક્યાં ક્યાં ખામીઓ સામે આવી?
1. ફોટા સંબંધિત ભૂલો
ચકાસણી દરમિયાન 2,366 ઉમેદવારના ફોટા અયોગ્ય જણાયા. તેમાં મુખ્યત્વે –
- ખરાબ ગુણવત્તાના વાળા ફોટા – 1,837
- ખૂબ જ નાના મોઢા વાળા ફોટા – 253
- મોઢા વિનાના ફોટા / સહી વિનાના ફોટા – 148
- ખૂબ જ ન્યૂનતમ resolution વાળા ફોટા – 98
- અડધા મોઢા વાળા ફોટા – 28
- ફોટાની અવગણના (Occlusion) – 2
2. ડુપ્લિકેટ ફોર્મ ભરવા
કુલ 1,921 ઉમેદવારોએ એક કરતાં વધારે વાર ફોર્મ ભર્યું. મંડળે જણાવ્યું કે આવા ઉમેદવારો One Time Registration પ્રોસેસ સાચી રીતે કરશે તો આ પ્રકારની ભૂલો ટાળી શકાય.
3. અધૂરું કે ખોટું સરનામું
મોટાભાગની ભૂલો સરનામા સંબંધિત જોવા મળી. 4,749 ઉમેદવારોએ અધૂરું, ખોટું કે અસ્પષ્ટ સરનામું લખ્યું.
- કેટલાકે ફક્ત “???” લખ્યું.
- કેટલાકે ફક્ત “ગાંધીનગર” કે “Alidar” લખ્યું.
- સમાન ગામના ઘણા ઉમેદવારોએ સરનામા વગર ફોર્મ ભર્યા.
આવી ખામીઓના કારણે મંડળ દ્વારા ભવિષ્યમાં પત્રવ્યવહાર મુશ્કેલ બની શકે છે.
4. શૈક્ષણિક લાયકાતમાં ખોટી માહિતી
કુલ 1,009 ઉમેદવારોએ ખોટી માહિતી આપી.
- 161 ઉમેદવારોએ Graduation Year 2026 પછીનો દાખલ કર્યો.
- 848 ઉમેદવારોએ જન્મ તારીખ અને Graduation Year વચ્ચે 18 વર્ષથી ઓછો ગેપ બતાવ્યો.
આવી ખોટી માહિતી ભરવાથી ઉમેદવારી રદ થઈ શકે છે.
મંડળની ખાસ સૂચના
- સ્પર્ધાત્મક પરીક્ષામાં ખોટી કે ભ્રામક માહિતી ન આપવી.
- અરજીપત્રક સાચી અને સંપૂર્ણ વિગતો સાથે ભરવું.
- ખોટી માહિતીથી ફક્ત ઉમેદવારી જ નહિ, પરંતુ ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે.
- આ વખતે (14 સપ્ટેમ્બર 2025 ની પરીક્ષા) ઉમેદવારોને પરીક્ષા આપવા માન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલો ન કરવા ખાસ ચેતવણી આપવામાં આવી છે.
નિષ્કર્ષ
ગુજરાતમાં લાખો ઉમેદવારો સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે થતી નાની ભૂલો પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. GSSSB ની આ જાહેરાત દરેક ઉમેદવાર માટે એક મોટું સંદેશ છે કે – ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાવચેત રહેવું, સાચી માહિતી આપવી અને નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |