SBI Recruitment 2025 Specialist Cadre Officers માટે 996 જગ્યાઓની ભરતી. VP, AVP અને CRE પોસ્ટ માટે 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરો. લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા જાણો.
SBI Recruitment 2025
ભારતની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા Specialist Cadre Officersની કુલ 996 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 02 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 વચ્ચે ઓનલાઈન અરજી કરી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025
| વિભાગ | વિગતો |
|---|---|
| ભરતીનું નામ | SBI Specialist Cadre Officers Recruitment |
| જાહેરાત નંબર | CRPD/SCO/2025-26/17 |
| કુલ જગ્યાઓ | 996 |
| પોસ્ટ | VP Wealth (SRM), AVP Wealth (RM), Customer Relationship Executive |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| અરજી તારીખ | 02/12/2025 થી 23/12/2025 |
| સત્તાવાર વેબસાઈટ | sbi.bank.in |
જગ્યાઓનું વિગતવાર વિભાજન
| પોસ્ટ | કુલ |
|---|---|
| VP Wealth (SRM) | 506 |
| AVP Wealth (RM) | 206 |
| Customer Relationship Executive | 284 |
| કુલ | 996 |
Eligibility Criteria (પાત્રતા)
VP Wealth (SRM)
- શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન (MBA/Finance/Marketing ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય)
- અનુભવ: ઓછામાં ઓછો 6 વર્ષ સેલ્સ & માર્કેટિંગ ક્ષેત્રે
- વય મર્યાદા: ઓછામાં ઓછી 26 અને વધુમાં વધુ 42 વર્ષ
AVP Wealth (RM)
- શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન
- અનુભવ: ઓછામાં ઓછો 3 વર્ષ Wealth/Sales ક્ષેત્રે
- વય મર્યાદા: ઓછામાં ઓછી 23 અને વધુમાં વધુ 35 વર્ષ
Customer Relationship Executive
- શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન
- સ્કિલ: 2-વ્હીલરનું લાયસન્સ ફરજિયાત
- વય મર્યાદા: ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 35 વર્ષ
પગાર અને સુવિધાઓ
આ ભરતીમાં ઉમેદવારને આકર્ષક Annual CTC આપવામાં આવશે. VP Wealth (SRM) પોસ્ટ માટે વર્ષનું વેતન ₹44.70 લાખ, AVP Wealth (RM) માટે ₹30.20 લાખ અને CRE માટે ₹6.20 લાખ સુધી આપી શકાય છે. ઉપરાંત પરફોર્મન્સ ઈન્સેન્ટિવ, વાર્ષિક ઈન્ક્રિમેન્ટ અને અન્ય ભથ્થાં પણ મળશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી માત્ર ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું રહેશે. ઇન્ટરવ્યુ પછી CTC અંગે વાટાઘાટ (Negotiation) પણ થશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
કરાર આધારિત નિમણૂંક
બધા ઉમેદવારોને 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂંક કરવામાં આવશે. જરૂર મુજબ આ કોન્ટ્રાક્ટ વધુ 4 વર્ષ માટે લંબાવી શકાય છે. બેંક તરફથી કોઈપણ સમયે 2 મહિના નોટિસ સાથે સર્વિસ સમાપ્ત કરી શકાશે.
સર્કલ પ્રમાણે પોસ્ટિંગ
ઉમેદવારની પસંદગી બાદ તેને ભારતના કોઈપણ સર્કલમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે. ઉમેદવારે અરજી સમયે ત્રણ અલગ અલગ સર્કલ પસંદ કરવાના રહેશે.
અરજી ફી
જનરલ / OBC / EWS અધિકારીઓ માટે ₹750 ફી રાખવામાં આવી છે જ્યારે SC, ST અને PwBD ઉમેદવારો માટે ફી મફત રહેશે. ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારે SBI ની સત્તાવાર વેબસાઇટ પર જઈ “Current Openings” વિભાગમાંથી આ ભરતી માટેની Apply Online લિંક દ્વારા અરજી કરવી રહેશે. જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટો, સહી, શૈક્ષણિક સર્ટિફિકેટ, અનુભવ સર્ટિફિકેટ વગેરે અપલોડ કરવાના રહેશે. -> https://sbi.bank.in/web/careers/current-openings
મહત્વપૂર્ણ તારીખ
આવેદન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. સમયસર અરજી કરવાની ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે.
નિષ્કર્ષ
SBI Recruitment 2025 એવા ઉમેદવારો માટે ઉત્તમ તક છે જેમને વેલ્થ મેનેજમેન્ટ, બેંકિંગ સેલ્સ અને ક્લાઈન્ટ હેન્ડલિંગમાં અનુભવ છે. આકર્ષક પેકેજ અને દેશની સૌથી પ્રતિષ્ઠિત બેંકમાં કામ કરવાનો મોકો – કરિયરની વૃદ્ધિ માટે આ એક સોનેરી તક બની શકે છે.
FAQs – SBI Recruitment 2025
પ્રશ્ન 1. SBI Recruitment 2025 Specialist Cadre Officers ની ભરતી માટે કેટલી જગ્યા છે?
જવાબ. કુલ 996 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
પ્રશ્ન 2. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ શું છે?
જવાબ. 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
પ્રશ્ન 3. આ પોસ્ટ્સ કોન્ટ્રાક્ટ આધારિત છે?
જવાબ. હા, તમામ પોસ્ટ 5 વર્ષના Contract Basis પર રહેશે, જેને 4 વર્ષ માટે વધારી શકાય છે.
પ્રશ્ન 4. SBI Recruitment 2025 શૈક્ષણિક લાયકાત શું જરૂરી છે?
જવાબ. ત્રણેય પોસ્ટ માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. MBA/ફાઇનાન્સ/માર્કેટિંગ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
પ્રશ્ન 5. SBI Recruitment 2025 બેંક ક્યાં પોસ્ટિંગ કરશે?
જવાબ. ઉમેદવારને ભારતના કોઈપણ સર્કલમાં પોસ્ટિંગ મળી શકે છે. ત્રણ Circle પસંદ કરવાના રહેશે.
પ્રશ્ન 6. પગાર કેટલો છે?
જવાબ. VP Wealth (SRM) પોસ્ટ માટે વર્ષનું વેતન ₹44.70 લાખ, AVP Wealth (RM) માટે ₹30.20 લાખ અને CRE માટે ₹6.20 લાખ સુધી આપી શકાય છે.