Join WhatsApp

Join Now

Suzlon Energy Stock : શું સુઝલોન એનર્જી શેર 100 ને પાર થશે! જાણો બજારનું વલણ

By MYOJASUPDATE

Updated On:

Follow Us

Suzlon Energy Stock : એક સમયે 2 રૂપિયા પર પહોચવા વાળો સુઝલોન એનર્જી શેર આજે 52 વિક હાઈ પર ચાલી રહ્યો છે, જેની કીમત હાલ 71.37 રૂપિયા છે. કંપનીએ તાજેતરમાં જ ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા.

Suzlon Energy Stock

Suzlon Energy Stock: હાલ સુઝલોન એનર્જી શેરમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે, છેલ્લા 8 સેશનથી સતત તેજીમય માહોલ જોવા મળ્યો છે. જોકે આજે કંપનીના શેરોની કિંમતમાં નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા 8 સેશન દરમિયાન કંપનીના શેરમાં આશરે 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

Suzlon Energy Stock
Suzlon Energy Stock

સુઝલોન એનર્જી કંપનીએ તાજેતરમાં તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં હતા, જેમાં ચોખ્ખો નફો આશરે 200 ટકા વધી રૂપિયા 300 કરોડ થયો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદથી સતત કંપનીના શેરોમાં તેજીમય વલણ જોવા મળી રહ્યું છે. હાલ ભારતમાં પવન ઊર્જા તેમજ સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસર પવન ઉર્જા પ્રોજેક્ટ તેમજ સોલાર પ્રોજેક્ટ ચલાવતી કંપનીઓ અને પવન ચક્કી ઉત્પાદકો પર પણ જોવા મળી રહી છે.

આમ જોવા જઈએ તો આપણા ભારત દેશમાં ઘણી બધી વિન્ડ મિલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, Suzlon Energy એવી એક વિન્ડ મિલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે દેશની સૌથી લોકપ્રિય અને વિસ્તારવાદી કંપની છે. જેની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. સુઝલોન એનર્જીના શેરનું જાહેર ભરણું વર્ષ 2005માં આવ્યું હતું અને તે આશરે રૂપિયા 500 આસપાસ હતું. જોકે વર્ષ 2019માં તેના શેરનો ભાવ ગગડીને એક તબક્કે ફક્ત 2 થઈ ગયો હતો. આમ રૂપિયા 2ના ભાવથી અત્યાર સુધીમાં 3450 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સુઝલોન એનર્જીનો શેર પહેલી ઓગષ્ટના રોજ 4%થી વધુના ઘટાડા સાથે રૂ. 67.98 પર બંધ થયો હતો, પરંતુ 2 ઓગસ્ટના રોજ, કંપનીનો શેર રૂ. 67.30 પર ખૂલ્યો હતો, થોડા સમય પછી, શેર પહેલા રૂ. 70.10 પર પહોંચ્યો હતો અને પછી કેટલાક વધુ લાભો જોવા મળ્યા હતા સ્ટોક રૂ. 71.37 પર ટ્રેડિંગ બંધ રહ્યો હતો જે શેરની 52 વીક હાઇ પણ છે, કંપનીની બંધ કિંમત શેરમાં દરરોજ 4.99% નો વધારો દર્શાવે છે.

અગ્રણી ભારતીય ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ કંપની જીઓજીત દ્વારા અગાઉ આ કંપનીના શેરોમાં રૂપિયા 73નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.આ લક્ષ્યાંકની નજીક કંપનીના શેરનો ભાવ પહોંચ્યો છે. હવે બજાર વર્ગ આ કંપનીના શેર રૂપિયા 95-115ની રેન્જ સુધી પહોંચે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે. આ સંજોગમાં કંપનીના શેરો જાળવી રાખવા માટે સૂચન આપે છે.

Suzlon Energy Stock Stop Loss

આનંદ રાઠી વધુમાં જણાવે છે કે Suzlon Energy સ્ટોકની વૃદ્ધિ અને સુઝલોનના ચાર્ટને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આવનારા સમયમાં સ્ટોક ઝડપથી વધી શકે છે, આ સાથે સ્ટોક તમામ મુખ્ય મૂવિંગ કરતા વધુ સારી રીતે આગળ વધી રહ્યો છે. સરેરાશ પણ ઉપર ટ્રેડિંગ જોવા મળે છે જે કંપનીના શેરની સરેરાશ કિંમત પર વળતર દર્શાવે છે. આનંદ રાઠી વધુમાં જણાવે છે કે શેરમાં રૂ. 64 થી રૂ. 65નો સપોર્ટ ઝોન છે, જે શેરને રૂ. 75ના અંદાજિત અપસાઇડ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, પરંતુ ભવિષ્યમાં સ્ટોકમાં થોડો નિરાશાજનક ઘટાડો પણ જોવા મળી શકે છે સ્પોટ લોસ રૂ. 61 આસપાસ રાખી શકાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. GujaratNews24.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Leave a Comment

x