Join WhatsApp

Join Now

Tractor Sahay Yojana 2024: ટ્રેક્ટર સહાય યોજના 2024, ઓનલાઈન અરજી કરો

By MYOJASUPDATE

Updated On:

Follow Us

ટ્રેક્ટર સહાય યોજના 2024: ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

  • ટ્રેક્ટર (20 PTO HPથી વધુ) ટ્રેક્ટર માટે સહાય.
  • ikhedut.gujarat.gov.in મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • 07-12-2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશો.

ટ્રેક્ટર સહાય યોજના 2024

ટ્રેક્ટર સહાય યોજના 2024
ટ્રેક્ટર સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. Tractor Sahay Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.

HRT-3 (અનુસુચિત જનજાતિ માટે )

અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-4 (અનુસુચિત જાતિ માટે )

અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-13 (MIDH-SCSP)

અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-9

સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-2

સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-14 (MIDH-TSP)

અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

Tractor Sahay Yojana 2024

Tractor Subsidy Sahay yojana 2024ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (40 PTO HPથી વધુ) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે ડોક્યુમેન્ટ લિસ્ટ

  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ટ્રેક્ટર સહાય યોજના 2024 ફોર્મ કેવી રીતે ભરવું

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી યોજના” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 “ટ્રેક્ટર” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP અને તેથી વધુ” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
ટ્રેક્ટર સહાય યોજના 2024અરજી કરો

Leave a Comment

x