WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત 2019 ની ફિલ્મ ‘વોર’ ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં હૃતિક રોશન, ટાઇગર શ્રોફ અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હવે કબીર (હૃતિક રોશન)સિક્વલમાં ફરી એક્શન કરતો જોવા મળશે. આ સ્પાય થ્રિલરમાં હૃતિકની સામે સાઉથ સ્ટાર જુનિયર NTRને લાવવામાં આવ્યો છે. હિરોઈનમાં પણ વાણી કપૂરનું સ્થાન કિયારા અડવાણીએ લઈ લીધું છે
WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
બૉલીવૂડમાં જો એક્શન ફિલ્મોની વાત આવે તો WARનું નામ આવતું જ રહે છે. 2019માં રિલીઝ થયેલી WAR ફિલ્મ એ સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર બની હતી અને આજે પણ એ ફિલ્મના ડાયલોગ્સ અને ઍક્શન સીન્સ ફેન્સને યાદ છે. હવે લગભગ 6 વર્ષ પછી યશરાજ ફિલ્મ્સે WAR 2 સાથે ફરી એકવાર પોતાની સ્પાય યુનિવર્સને વધુ મજબૂત બનાવી છે.
WAR 2ના ટ્રેલરે દર્શકોમાં ધમાલ મચાવી દીધી છે. ઋતિક રોશન ફરી એક વાર પોતાના સૌથી પોપ્યુલર એક્શન અવતારમાં – કબીર તરીકે પરત ફર્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મમાં દક્ષિણ ભારતના મૅસ માસ્ટર જુનિયર NTR પણ છે. ટ્રેલરમાં બંને સુપરસ્ટારને જોવા મળતા જ સોશિયલ મીડિયામાં ફેન્સે કમેન્ટ્સથી લાઈવ બ્લાસ્ટ શરૂ કરી દીધો છે.
જુનિયર NTR Vs ઋતિક રોશન – કોણ છે ખરેખરો હીરો?
WAR 2માં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે ફિલ્મમાં માત્ર એક હીરો નહીં, પરંતુ બે મહારથી છે. એક તરફ છે ઋતિકનો કબીર, જેના ફાઇટ સીન અને સ્માર્ટ ડ્રેસિંગ પહેલા WARમાં ફેમસ થઇ ગયા હતા. બીજી તરફ, દક્ષિણના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરોડો ફેન્સ ધરાવતા જુનિયર NTR, જેનો અંદાજ પણ અલગ છે.
ટ્રેલરમાંથી સ્પષ્ટ છે કે WAR 2માં કબીર અને NTRનું પાત્ર બંને પોતાના મિશન પર છે. પરંતુ કોણ નાયક છે અને કોણ વિલન છે – આ સવાલે જ ફિલ્મને વધુ મજેદાર બનાવી છે.
યશરાજ સ્પાય યુનિવર્સ – એક્શન ફિલ્મોના MARVEL?
WAR 2 માત્ર સ્ટેન્ડઅલોન ફિલ્મ નથી. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો મહત્વપૂર્ણ ભાગ છે. સ્પાય યુનિવર્સમાં પહેલાથી એક થા ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, પઠાન, WAR જેવી ફિલ્મો છે. આ તમામ ફિલ્મોમાં યશરાજ પોતાના સ્પાય કરેક્ટર્સને એક જ વિશ્વમાં જોડે છે.
WAR 2 પછી પણ ચર્ચા છે કે આ યુનિવર્સમાં શાહરુખ ખાનનો પઠાન અને સલમાન ખાનનો ટાઇગર પણ કોઈ સમયે કમીયો કરે. તો શક્ય છે કે આગામી સમયમાં મોટા સ્ક્રીન પર ઋતિક, NTR, શાહરુખ અને સલમાન—all in one frame—હજુ સુધીનું સૌથી મોટું ઍક્શન ડ્રામા બની શકે!
WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
આજ એટલે કે 25 જુલાઈના રોજ વોર 2નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં પહાડો પર જોરદાર ફાઇટ સીન, રેલવે ટ્રેક પર ધમાકેદાર ચેઝ, હવામાં જહાજ પર જબરદસ્ત એક્શન અને સમુદ્રમાં બોટ પર થતા ખતરનાક સ્ટંટ દરેક લોકેશન પર તમને આશ્ચર્યચકિત કરશે. ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા બાબતે વધુ માહિતી નથી મળતી, પરંતુ એક વાત સ્પષ્ટ છે તમે જ્યાં પણ ફાઇટની કલ્પના કરી શકો છો, ત્યાં તમને આનાથી પણ વધુ જોવા મળશે.
આ ઉપરાંત ટ્રેલરમાં કિયારા અડવાણીને ઓછો સ્ક્રીન ટાઈમ મળ્યો છે, પરંતુ જેટલો પણ મળ્યો છે તેમાં તે ખૂબ જ પ્રભાવ પાડે છે. ટ્રેલરના અંતમાં જુનિયર એનટીઆરનું ‘હું શેતાન છું’ બોલવું અને તેમનો લોહીલુહાણ ચહેરો દર્શાવે છે કે આ વખતે વિલન કોઈ સામાન્ય નથી. જ્યારે, હૃતિકના હાવભાવમાં એક થાકેલો પણ છતાં લડવાનો જોશ દેખાય છે.
ટ્રેલરમાં ટાઈગર શ્રોફની પણ ઝલક જોવા મળી
‘વોર 2’ના ટ્રેલરમાં ટાઈગર શ્રોફની એક ઝલક પણ જોવા મળી છે. જોકે, તેમાં માત્ર તેમનો ફોટો જ બતાવવામાં આવ્યો હતો. ટાઈગર શ્રોફે ફિલ્મ ‘વોર’ના પહેલા ભાગમાં ડબલ રોલમાં જોવા મળ્યો હતો. જેમાં ટાઈગરે, હૃતિકના શિષ્ય કેપ્ટન ખાલિદ રહેમાનીનો રોલ કર્યો હતો, જે પ્લાસ્ટિક સર્જરી કરાવીને સૌરભ પાટીલ બની જાય છે. આ ઉપરાંત આશુતોષ રાણાએ પણ ‘વોર 2’ માં પણ વાપસી કરી છે 14 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થનારી ‘વોર 2’નું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરીનો પણ કેમિયો (નાનો રોલ) હશે.
સ્ટંટ્સ અને સ્ટાર્સ – હોલિવૂડ લેવલનું ઍક્શન
WAR 2ના સ્ટંટ્સ માટે હોલિવૂડના કોઓર્ડિનેટર્સની ટીમ જોડાઈ છે. ટ્રેલરમાં કાર ચેઝ, હેલીકોપ્ટર સિક્વન્સ, બાઈક ઍક્શન, હાથમાં હાથની લડાઈ – દરેક એક્શન ખુબ જ રીઅલ લાગી રહ્યું છે. ઋતિક અને NTR બન્ને જ પોતાના મેકઓવરના કારણે ટ્રેન્ડિંગમાં છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે જુનિયર NTRએ ખાસ કરીને WAR 2 માટે જ 10-12 કિલો વજન ઘટાડી ને સ્પોર્ટી લુક મેળવ્યો છે.
ફેન્સનો પાગલપન – ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ
WAR 2નું ટ્રેલર રિલીઝ થતાં જ #War2Trailer, #HrithikRoshan, #JrNTR અને #YRFSpyUniverse ટ્વિટર ઉપર ટોપ ટ્રેન્ડમાં આવી ગયા. ફેન્સના રિયેકશનમાં જોવા મળે છે કે લોકો ઋતિકને ફરી એક વખત ઍક્શન અવતારમાં જોઈને એટલા જ ખુશ છે જેટલા જુનિયર NTRને બોલીવૂડમાં ગ્રાન્ડ એન્ટ્રી કરતાં જોઈને