SIM વગર નહીં ચાલે WhatsApp! – WhatsApp SIM Binding, ફેબ્રુઆરી 2026થી નવો નિયમ

SIM વગર નહીં ચાલે WhatsApp: ભારતમાં WhatsApp, Telegram, Signal જેવા એપનેSIM Binding ફરજિયાત. SIM કાઢતા જ એપ બંધ, દર 6 કલાકે ફરી Login. સાઇબર ફ્રોડ રોકવા સરકારનું પગલું.

SIM વગર નહીં ચાલે WhatsApp!

SIM વગર નહીં ચાલે WhatsApp!: ભારત સરકારે મેસેજિંગ પ્લેટફોર્મસ પર સાઇબર સુરક્ષા કડક બનાવવાના હેતુથી મોટા ફેરફારની જાહેરાત કરી છે. ટેલિકોમ વિભાગ (DoT) એ WhatsApp, Telegram, Signal અને Snapchat જેવા એપને 90 દિવસની સમયમર્યાદા આપી છે, જેમાં SIM Binding ફરજિયાત લાગુ કરી દેવું પડશે. આ નવી વ્યવસ્થા ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે.

WhatsApp અને Telegram હવે SIM વગર કામ નહીં કરે !

ભારત સરકારે સાઇબર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મેસેજિંગ એપ્સ પર કડક પગલાં લીધા છે. ટેલિકોમ વિભાગ (DoT) એ WhatsApp, Telegram, Signal અને Snapchat જેવી લોકપ્રિય એપ્સને SIM Binding ફરજિયાત કરવાની સૂચના આપી છે. આ નિયમ મુજબ જો ફોનમાંથી રજીસ્ટ્રેશન કરતી વખતેનો SIM કાર્ડ કાઢી દેવાયો હોય, બંધ થઈ ગયો હોય અથવા અન્ય ડિવાઇસમાં મૂકાયો હોય તો એપ તાત્કાલિક બંધ થઈ જશે. આ ગાઇડલાઇન ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે, અને કંપનીઓને 90 દિવસમાં જરૂરી ફેરફારો પૂરાં કરવાની મર્યાદા આપવામાં આવી છે.

સાઇબર ગુનાઓ પર તોડ પાડવાનો હેતુ

ઓફિશિયલ્સનું કહેવુ છે કે હાલની સિસ્ટમમાં એકવાર રજીસ્ટ્રેશન થયા બાદ એપ SIM વગર પણ કામ કરતી રહે છે. આ loophole નો લાભ લઈને વિદેશથી કાર્યરત ગેંગ, ફેક SIM, તેમજ ગુમ થયેલા મોબાઈલ નંબર દ્વારા ફ્રોડ, હેકિંગ અને ઇમ્પરસોનેશન સ્કેમ વધી રહ્યા હતા. નવા નિયમોમાં મેસેજિંગ એપ્સને ફોનમાં રહેલા SIM કાર્ડની સતત ચકાસણી કરવી ફરજિયાત રહેશે, જેથી નંબરનો દુરુપયોગ રોકી શકાય.

TIUE ગણાવતાં કાયદાકીય નિયંત્રણ વધુ કડક

નવા Telecom Cybersecurity Amendment Rules 2025 હેઠળ આવી એપ્સને Telecommunication Identifier User Entities (TIUEs) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. એટલે હવે મોબાઇલ નંબર આધારિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સરકારની નિયમનકારી સત્તા લાગુ થશે. COAI (Cellular Operators Association of India)એ આ પગલાનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે વર્તમાન one-time verification સિસ્ટમથી ઘણાં સાયબર રિસ્ક ઉભા થયા છે.

પ્રવાસીઓ અને Multi-Device વપરાશકર્તાઓને મુશ્કેલી

જ્યાં આ નિયમ Fraud રોકવા મદદરૂપ થશે, ત્યાં સામાન્ય વપરાશકર્તાઓને પણ પડકારો આવી શકે છે : વિદેશ પ્રવાસી સ્થાનિક SIM વાપરતા WhatsApp બંધ થઈ શકે. Tablets અથવા Multi-device માં WhatsApp વાપરતા લોકો ને વારંવાર રી-વેરિફિકેશન કરવું પડશે. WhatsApp વપરાશકર્તાઓને દર 6 કલાકે QR Login ફરજિયાત થશે. ઓફિસમાં WhatsApp Web વાપરતાં Professionalsનું workflow ખલેલ થશે. ખાસ કરીને ભારતમાં WhatsApp ના 50 કરોડથી વધુ યૂઝર્સને લઈને આ ફેરફારો અમલમાં મૂકવા કંપનીઓને મોટા ટેકનિકલ પરિવર્તન કરવા પડશે.

નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી આ માહિતીની ખરાઈ કરી લેવી.

નિષ્કર્ષ

SIM વગર નહીં ચાલે WhatsApp! – મેસેજિંગ એપ્સ માટે SIM Binding ફરજિયાત કરવાનો સરકારનો નિર્ણય સાઇબર ફ્રોડ અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

FAQs – SIM વગર નહીં ચાલે WhatsApp!

પ્રશ્ન 1. SIM Binding એટલે શું?

જવાબ. SIM Binding એ એક સુરક્ષા સિસ્ટમ છે જેમાં રજીસ્ટ્રેશન સમયેનો SIM કાર્ડ ફોનમાં જ inserted છે કે નહીં તેની એપ સતત ચકાસણી કરે છે. SIM કાઢતા જ એપ કામ કરવાનું બંધ કરે છે.

પ્રશ્ન 2. આ નિયમ ક્યારેથી લાગુ પડશે?

આ નવો નિયમ ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે અને પ્લેટફોર્મને 90 દિવસમાં પરિવર્તન લાવવા ફરજિયાત છે.

પ્રશ્ન 3. SIM વગર નહીં ચાલે WhatsApp- WhatsApp બંધ કેમ થશે?

જવાબ. વધતા સાઇબર ફ્રોડને રોકવા માટે. ઘણા ફ્રોડસ્ટર SIM કાઢીને પણ WhatsApp ચાલુ રાખી છેતરપિંડી કરતા હતા.

Leave a Comment