રાજ્ય કર્મચારીઓ માટે દિવાળીની ભેટ: દિવાળી પહેલાં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર! મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે — રાજ્ય સરકારના છઠ્ઠા તથા સાતમા પગાર પંચનો લાભ મેળવનાર કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય કર્મચારીઓ માટે દિવાળીની ભેટ
મોંઘવારી ભથ્થો વધારાનો અમલ: 1 જુલાઈ, 2025 થી
સાતમા પગાર પંચના કર્મચારીઓ માટે વધારો: 3%
છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ માટે વધારો: 5%
એરિયર્સ ચુકવણી: જુલાઈથી સપ્ટેમ્બર 2025 સુધીના ત્રણ મહિનાના તફાવતની રકમ એક જ હપ્તામાં ચૂકવાશે
લાભાર્થીઓની સંખ્યા:
- 4.69 લાખ રાજ્ય કર્મચારીઓ
- 4.82 લાખ પેન્શનર્સ
કુલ નાણાકીય અસર
આ મોંઘવારી ભથ્થા વધારાના કારણે રાજ્ય સરકારે કર્મચારીઓને એરિયર્સ રૂપે રૂ. 483.24 કરોડ ચૂકવવાના રહેશે.
વધારાના વાર્ષિક પગાર-ભથ્થા અને પેન્શનના રૂપે રાજ્ય સરકારે રૂ. 1932.92 કરોડનો ખર્ચ કરવો પડશે.
કર્મચારી હિતલક્ષી નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
નાણાં વિભાગને આ નિર્ણયના અમલ માટે જરૂરી આદેશો બહાર પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ નિર્ણયથી રાજ્યના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં દિવાળીની ખુશીઓ દોગણી થઈ છે.
દિવાળીની ખુશી – કર્મચારીઓ માટે ડબલ આનંદ
રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોને આર્થિક રાહત અને દિવાળીની ભેટરૂપે આનંદ મળ્યો છે.
મોંઘવારીના સમયમાં આ વધારો કર્મચારીઓ માટે એક મોટો સહારો બનશે.