UGVCL એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025: ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા હિંમતનગર સર્કલ ઓફિસ હેઠળ એપ્રેન્ટીસ લાઇનમેન (Apprentice Lineman) ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અનુબંધમ પોર્ટલ (Anubandham Gujarat Portal) દ્વારા ઓનલાઈન અરજી સ્વરૂપે થશે.
UGVCL એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025
વિગત | માહિતી |
---|---|
ભરતી સંસ્થા | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ લાઇનમેન (Apprentice Lineman) |
કાર્યાલય | યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, હિંમતનગર |
લાયકાત | આઇ.ટી.આઇ. વાયરમેન / ઇલેક્ટ્રીશિયન ટ્રેડમાં પાસ + ધોરણ 10 પાસ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન (Anubandham Portal મારફતે) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05 નવેમ્બર 2025 |
પસંદગી પ્રક્રિયા | મેરિટ યાદી અને દસ્તાવેજ ચકાસણી આધારે |
સરકારી વેબસાઇટ | www.ugvcl.com |
આ પણ જુઓ : જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ભરતી 2025
કેવી રીતે અરજી કરવી?
- ઉમેદવારોએ સૌપ્રથમ Anubandham Portal પર લોગીન કરવું.
- “Search Job” વિકલ્પમાં UGVCL Circle Office Himatnagar Apprentice Lineman (UGVCL) લખી શોધવું.
- જોબ ડીટેઇલ ખૂલે ત્યારે Apply Online બટન દબાવી અરજી પૂર્ણ કરવી.
- અરજી કરતી વખતે કોઈ તકલીફ જણાય તો નીચે આપેલી કચેરીમાં સંપર્ક કરવો.
સંપર્ક માટેની કચેરીઓ
- જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર
પી. ડબલ્યુ. ડી. કંપાઉન્ડ, જિલ્લા સબ જેલ સામે, ઇડર રોડ, હિંમતનગર – જી. સાબરકાંઠા - નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા
બી-બ્લોક, પ્રથમ માળ, રૂમ નં. 223-224, તાલુકા સેવા સદન, ખેડબ્રહ્મા – જી. સાબરકાંઠા
આ પણ જુઓ : GPSC ભરતી 2025: STI, નાયબ નિયામક વગેરે 339 જગ્યાઓ
મહત્વપૂર્ણ નોંધ
- જે તે ઉમેદવારનું જોબ એપ્લાય સમય મર્યાદામાં પોતાની જાતે કરવાનું રહેશે અને જો કોઈને જાતે કરતા ના ફ઼ાવતું હોઈ તો નજિકની ઓફિસ આવીને અનુબંધન ની અંદર જોબ અપ્લાય કરાવી શકે છે અને જે તે ઉમેદવાર સમય પહેલા જોબ એપ્લાઇ ઓનલાઈન નહીં કરે તો એની જવાબદારી સંપૂર્ણપણે પોતાની રહેશે એના માટે રોજગાર કચેરી હિંમતનગરની જવાબદારી રહેશે નહિ જેની સર્વે ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી.
મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | ચાલુ છે |
છેલ્લી તારીખ | 05/11/2025 |