સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2025: એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઇન્ડર અને અન્ય ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2025
| પોસ્ટ નામ | એપ્રેન્ટીસ |
| કુલ જગ્યા | 15 |
| છેલ્લી તારીખ | 15-12-2025 |
| અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
જગ્યાની માહિતી
| ટ્રેડ નામ | તાલીમની મુદ્દત | જગ્યા | લાયકાત |
| બુક બાઈન્ડર | 2 વર્ષ | 06 | ધોરણ 8 પાસ |
| ઓફસેટ મશીન માઈન્ડર | 2 વર્ષ | 06 | એસ.એસ.સી. પાસ (ધોરણ 10 પાસ) વિજ્ઞાન વિષય સાથે |
| ઓફિસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ) | 1 વર્ષ | 03 | એચ.એસ.સી. પાસ (ધોરણ 12 પાસ) |
ઓફસેટ મશીન માઈન્ડર અને બુક બાઇન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 1 વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો, એલ.સી. અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ 15-01-2025 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-380004ને મળે તે રીતે અરજી કરવી.
ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
વય મર્યાદા 15-12-2025ના રોજ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઈન્ડર માટે 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફીસ) માટે 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ.