ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર: ભાવનગરથી સુરેન્દ્રનગર, બોટાદ, પાલીતાણા જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી, કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.
ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનલ સ્ટેશન યાર્ડમાં પિટ લાઈન નંબર-2ના રિપેર કામ માટે બ્લોક લેવામાં આવવાને કારણે જે ટ્રેનો 8 ડિસેમ્બર 2025 (સોમવાર)થી રદ્દ કરવાના હતા તેને હવે તારીખ 12 ડિસેમ્બર 2025થી આગામી 45 દિવસ માટે રદ્દ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ (Cancel), શોર્ટ ટર્મિનેશન / ઓરિજીનેશન તેમજ રીશેડ્યૂલ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પહેલા સબંધિત માહિતી અવશ્ય મેળવવી લે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ થનારી ટ્રેનોની યાદી (Cancel Trains List)
- ટ્રેન નંબર 59228/59233 ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59267/59268 ભાવનગર–પાલીતાણા–ભાવનગર પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59269/59270 ભાવનગર–પાલીતાણા–ભાવનગર પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59230 ભાવનગર–બોટાદ પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર પેસેન્જ તારીખ 13-12-2025 થી 26-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59204/59271 ભાવનગર–બોટાદ–ભાવનગર પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59235 ધોળા–મહુવા પેસેન્જ તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 59236 મહુવા–ધોળા પેસેન્જ તારીખ 13-12-2025 થી 26-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 09529/09530 ધોળા–ભાવનગર–ધોળા (TOD સ્પેશિયલ) તારીખ 12-12-2025 થી 25-01-2026 સુધી કુલ 45 દિવસ રદ્દ રહેશે.
શોર્ટ ટર્મિનેશન / ઓરિજિનેશન ટ્રેનો
ટ્રેન નંબર 19209 (ભાવનગર-ઓખા એક્સપ્રેસ) તા. 13-12-2025 થી 25-01-2026 સુધી દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે (અઠવાડિયામાં 04 દિવસ) એટલે કે આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર, ગુરુવાર અને શુક્રવારે ભાવનગર ટર્મિનસથી ઓખા સુધી જશે જયારે બાકીના દિવસો (મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે) ભાવનગરથી રાજકોટ સુધી જશે.
ટ્રેન નંબર 19210 (ઓખા-ભાવનગર એક્સપ્રેસ) તા. 14-12-2025 થી 26-01-2026 સુધી દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે (અઠવાડિયામાં 04 દિવસ). આ ટ્રેન આ દિવસોમાં રાજકોટથી પ્રસ્થાન કરી ભાવનગર સુધી જશે. જયારે મંગળવાર, શુક્રવાર અને શનિવારે આ ટ્રેન તેના નિર્ધારિત સમય પ્રમાણે ઓખાથી ભાવનગર સુધી ચાલશે.
રિશેડ્યુલ ટ્રેનો (Reschedule Trains)
- ટ્રેન નં. 12972 (ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ) તા. 16-12-2025, 23-12-2025, 30-12-2025, 06-01-2026, 13-01-2026 અને 20-01-2026 એટલે કે દરેક મંગળવાર 02 કલાક 30 મિનીટ વિલંબથી ચાલશે.
- ટ્રેન નં. 19271 (ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ) તા. 18-12-2025, 25-12-2025, 01-01-2026, 08-01-2026, 15-01-2026 અને ૨૨-01-2026 એટલે કે દરેક ગુરુવારે 3 કલાક વિલંબથી ચાલશે.
- ટ્રેન નં. 20966 (ભાવનગર-ગાંધીગ્રામ સુપરફાસ્ટ ઇન્ટરસિટી) તા. 14-12-2025, 18-12-2025, 21-12-2025, 25-12-2025, 28-12-2025, 01-01-2025, 04-01-2026, 08-01-2026, 11-01-2026, 15-01-2026, 18-01-2026, 22-01-2026 અને 25-01-2026 એટલે કે દરેક રવિવારે અને ગુરુવારે 30 મિનીટ વિલંબથી ચાલશે.
- ટ્રેન નં. 59558 (ભાવનગર-વેરાવળ પેસેન્જર) તા. 13-12-2025, 20-12-2025, 27-12-2025, 03-01-2026, 10-01-2026, 17-01-2026 અને 24-01-2026 એટલે કે દરેક શનિવારે તેના નિર્ધારિત સમય કરતા 3 કલાક વિલંબથી ચાલશે.
ઉપરોક્ત તમામ ફેરફારો 45 દિવસ માટે અથવા પિટ લાઈન નંબર 2 સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ અંગે સામાન્ય જનતાને વિવિધ માધ્યમોથી વ્યાપક માહિતી આપવામાં આવી રહી છે.
મુસાફરોને અનુરોધ છે કે અસુવિધા ટાળવા માટે મુસાફરી પહેલા સબંધિત સ્ટેશન અથવા રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પરથી અદ્યતન માહિતી અવશ્ય મેળવે.