GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025: 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025 માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા યોગ્ય ઉમેદવારોની પસંદગી થશે.

GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025

વિગતોમાહિતી
વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ
ભરતી બોર્ડGSSSB
જાહેરાત ક્રમાંક368/2025-26
જગ્યાઓ20
અરજી શરૂ21 નવેમ્બર 2025
છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2025
અરજી માધ્યમOJAS મારફત ઓનલાઇન

ફિલ્ડ ઓફિસર શૈક્ષણિક લાયકાત

સોશ્યલ વર્ક / સમાજશાસ્ત્ર / મનોવિજ્ઞાન (Social Work / Sociology / Psychology) માં Graduation. કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન

ફિલ્ડ ઓફિસર વય મર્યાદા

ઓછામાં ઓછું 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

ફિલ્ડ ઓફિસર પગાર ધોરણ

પ્રથમ 5 વર્ષ – ₹40,800/- ફિક્સ પગાર. બાદમાં સાતમાં પગાર પંચના રૂ. 35,400/- થી રૂ. 1,12,400/- (Level-6 Pay Matrix) મુજબ નિયમિત પગાર. સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સારી તક છે.

પરીક્ષા ફી

ઉમેદવારોફી
સામાન્ય પુરુષ₹500
અનુસૂચિત જાતિ / અનુસૂચિત જાતિ જનજાતિ / SEBC / EWS / મહિલા / PH / માજી સૈનિક₹400

નોંધ : પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત મળશે

ફિલ્ડ ઓફિસર પરીક્ષા પદ્ધતિ

MCQ આધારિત CBRT / OMR (Computer Based Response Test / Optical Mark Recognition) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કુલ: 210 પ્રશ્ન – 180 મિનિટ – 1/4 Negative Marking

Part-A (60 ગુણ)

વિષયગુણ
તાર્કિક કસોટીઓ તથા ડેટા ઈન્ટરપ્રિટેશન30
ગાણિતિક કસોટીઓ30

Part-B (150 ગુણ)

વિષયગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્શન30
સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120

ફિલ્ડ ઓફિસર અરજી કરવાની રીત

OJAS પોર્ટલ ખોલો: www.ojas.gujarat.gov.in. Apply Online → GSSSB પસંદ કરો. જાહેરાત નંબર 368/2025-26 પસંદ કરો. જરૂરી વિગતો ભરી Form Submit કરો. Photo/Sign Upload કરો. Confirmation Number સાચવો. ફી ઓનલાઈન ભરો.

ફિલ્ડ ઓફિસર અરજી માટે જરૂરી તારીખો

લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 21-11-2025 (બપોરના 14:00 કલાક) થી તારીખ 05-12-2025 (સમય રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 08-12-2025 (23:59) સુધીમાં ઓનલાઈન ફરજીયાત ભરવાની રહેશે.

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

નિષ્કર્ષ

GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025 ગુજરાત સરકારની નોકરી મેળવવા ઇચ્છુક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર ઓનલાઇન અરજી કરી લેવી જોઈએ.

FAQs – GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025

પ્રશ્ન 1. GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025 માટે કેટલી જગ્યાઓ છે?

જવાબ. કુલ 20 જગ્યાઓ છે.

પ્રશ્ન 2. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ. 05 ડિસેમ્બર 2025.

પ્રશ્ન 3. આ ભરતી માટે કઈ ડિગ્રી જરૂરી છે?

જવાબ. Social Work / Sociology / Psychology માં Bachelors Degree જરૂરી છે.

પ્રશ્ન 4. પરીક્ષા કઈ પદ્ધતિથી લેવામાં આવશે?

જવાબ. MCQ આધારિત CBRT/OMR લેખિત પરીક્ષા.

Leave a Comment