Join WhatsApp

Join Now

Khel Ratna Award 2024 : મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ‘ખેલ રત્ન’ એનાયત, 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે

By MYOJASUPDATE

Published On:

Follow Us

Khel Ratna Award 2024 : મનુ ભાકર અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર ‘ખેલ રત્ન’થી સન્માનિત કરવામાં આવશે.

પેરિસ ઓલમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર યુવા શૂટર મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને “ખેલ રત્ન 2024” એનાયત તેમજ 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે.

Khel Ratna Award 2024

યુવા બાબતો અને રમત મંત્રાલયે ગુરુવારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ણી જાહેરાત કરી. 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય ભવનમાં આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ આપવામાં આવશે.

Khel Ratna Award 2024
Khel Ratna Award 2024

ખેલ રત્ન એવોર્ડ 2024

મનુ ભાકર (શુટિંગ)

ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ખેલાડી. પેરિસ ઓલમ્પિકમાં તેમજે શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી છે.

ડી. ગુકેશ (ચેસ)

ડિસેમ્બર 2024,અ ચેસમાં સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બન્યો. 1992માં વિશ્વનાથન આનંદ બાદ પહેલીવાર કોઈ ચેસ ખેલાડીને ખેલ રત્ન એવોર્ડ મળશે.

હરમનપ્રીત (હોકી)

ઓલમ્પિકમાં તેમની કપ્તાની હેઠળ પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પ્રવિણ કુમાર (પેરા એથ્લેટિકસ)

પેરિસ પેરાલિમ્પીક 2024માં પુરુષોની ઊંચી કુદમાં ઈતિહાસ રચતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2024 / National Sports Award 2024

મનુએ ઓલિમ્પિક્સ 2024 ની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ધ્વજ લહેરાવ્યો એટલું જ નહીં પરંતુ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. પેરિસ ઓલિમ્પિકમાં આ બેવડી સફળતા તેને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ ગઈ.

અર્જુન એવોર્ડ 2024 / Arjun Award 2024

1જ્યોતિ યારાજીએથ્લેટિકસ
2અન્નુ રાનીએથ્લેટિકસ
3નીતુબોક્સિંગ
4સ્વાતીબોક્સિંગ
5વંતિકા અગ્રવાલચેસ
6સલીમા ટેટેહોકી
7અભિષેકહોકી
8સંજયહોકી
9જર્મનપ્રીત સિંઘહોકી
10સુખજીત સિંઘહોકી
11રાકેશ કુમારપેરા તીરંદાજી
12પ્રીતિ પાલપેરા એથ્લેટિકસ
13જીવનજી દીપ્તિપેરા એથ્લેટિકસ
14અજીત સિંહપેરા એથ્લેટિકસ
15સચિન સર્જેરાવ ખિલારીપેરા એથ્લેટિકસ
16ધરમ્બીરપેરા એથ્લેટિકસ
17પ્રણવ સુરમાંપેરા એથ્લેટિકસ
18એચ હોકાતો સેમાપેરા એથ્લેટિકસ
19સિમરન જીપેરા એથ્લેટિકસ
20નવદીપપેરા એથ્લેટિકસ
21નીતિશ કુમારપેરા બેડમિન્ટન
22તુલસીમાંથી મુરુગેસનપેરા બેડમિન્ટન
23નિત્યા શ્રી સુમતિ સિવનપેરા બેડમિન્ટન
24મનીષ રામદાસપેરા બેડમિન્ટન
25કપિલ પરમારપેરા જુડો
26મોના અગ્રવાલશૂટિંગ
27રૂબીના ફ્રાન્સિસશૂટિંગ
28સ્વપ્નીલ સુરેશ કુસલેશૂટિંગ
29સરબજોત સિંહશૂટિંગ
30અભય સિંહસ્ક્વોશ
31સાજન પ્રકાશસ્વિમિંગ
32શાંતિરેસલિંગ

Leave a Comment