RNSB Recruitment 2025: ગાંધીનગર અને વાંકાનેરમાં Junior Executive અને Apprentice Peon માટે ભરતી. ફ્રેશર્સ અરજી કરી શકે. છેલ્લી તારીખ 04-12-2025. ઓનલાઈન Apply કરો.
RNSB Recruitment 2025
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) દ્વારા 2025 માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. બેંકમાં સ્થિર નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે. જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) અને એપ્રેન્ટીસ – પટાવાળા જેવી પોસ્ટ્સ માટે અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવી રહી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી માહિતી
| વિગતો | માહિતી |
|---|---|
| બેંકનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) |
| પોસ્ટ | Jr. Executive (Trainee) / Apprentice – Peon |
| સ્થાન | ગાંધીનગર / વાંકાનેર |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| અરજી શરૂ | 27-11-2025 |
| છેલ્લી તારીખ | 04-12-2025 |
| અધિકૃત એપ્લિકેશન સાઈટ | https://jobs.rnsbindia.com |
કઈ પોસ્ટ માટે કેટલી ભરતી? ક્યાં કામ કરવાનો મોકો?
આ ભરતી અંતર્ગત બે જુદી જુદી જગ્યાઓ માટે ભરતી થશે : Jr. Executive (Trainee) – ગાંધીનગર અને Apprentice – Peon (પટાવાળા) – વાંકાનેર. આ પોસ્ટ માટે કોઈપણ વિષયમાં સ્નાતક કે અનુસ્નાતક ઉમેદવાર લાયક છે. કોમ્પ્યુટર જાણકારી હોવી ફરજિયાત છે. બેંકિંગ કે નાણાકીય સંસ્થામાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય અને પટાવાળા માટે સ્નાતક લાયકાત. ફ્રેશર્સને પણ અરજી કરવાનો મોકો મળશે. ઉંમર મર્યાદા મહત્તમ 30 વર્ષ છે.
કેવી રીતે અરજી કરવી?
સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://jobs.rnsbindia.com પર જવાનું રહેશે. ત્યારબાદ Career ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. Current Openings ઓપ્શન પસંદ કરો અને તેમાં Post પસંદ કરો. તમે જેમાં ફોર્મ ભરવા માંડતા હોય એમાં Apply Now – Login કરો. Form ભરી Documents અપલોડ કરો. Submit કરી Print સાચવી રાખો.
કેમ આ તક ખાસ?
ફ્રેશર્સ માટે દુલર્ભ બેંક જોબ મોકો. નોકરીનું સ્થાન ગુજરાતમાં જ — Gandhi Nagar / Wankaner. કોઈ અરજી ફી નહીં — જોખમ વગર Try. સારો Work Environment + Growth Chances.
નિષ્કર્ષ
જો તમે બેંકિંગ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવાનું સપનું જુઓ છો, તો RNSB Recruitment 2025 તમને શરૂઆત કરવાનો સારો માર્ગ આપે છે. યોગ્ય લાયકાત અને ઈચ્છા હોય તો આજે જ અરજી કરો, છેલ્લી તારીખ ચૂકી ન જશો!
FAQs – RNSB Recruitment 2025
RNSB શું છે?
RNSB એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ, જે ગુજરાતની જાણીતી સહકારી બેંક છે.
આ ભરતી કઈ પોસ્ટ માટે છે?
આ ભરતી Junior Executive (Trainee) અને Apprentice – Peon (પટાવાળા) માટે છે.
કઈ લાયકાત જરૂરી છે?
સ્નાતક અથવા અનુસ્નાતક અને કોમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત.
ફ્રેશર્સ અરજી કરી શકે?
હા ફ્રેશર્સને પણ આ ભરતીમાં અરજી કરવાનો મોકો મળશે.
અરજી કેવી રીતે કરવી?
બેંકની અધિકૃત વેબસાઈટ દ્વારા 👉 https://jobs.rnsbindia.com